ગુજરાત માટે 36 કલાક મહત્વના, બિપોરજોય વાવાઝોડું બનશે વધુ ખતરનાક, જાણો ક્યાં જોવા મળશે અસર!

હવામાન વિભાગે (IMD) એ કહ્યું છે કે આગામી 36 કલાકમાં વાવાઝોડુ બિપોરજોય તીવ્ર થવાનું છે. તે આગામી બે દિવસ ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. IMD એ ટ્વિટર પર જે લેટેસ્ટ માહિતી શેર કરી છે તે મુજબ બિપોરજોય સવારે 8.30 વાગે મુંબઈથી WSW માં 820 કિમી દૂર છે જ્યારે પોરબંદરથી SSW માં 830 કિમી દૂર છે.

ગુજરાત માટે 36 કલાક મહત્વના, બિપોરજોય વાવાઝોડું બનશે વધુ ખતરનાક, જાણો ક્યાં જોવા મળશે અસર!

હવામાન વિભાગે (IMD) એ કહ્યું છે કે આગામી 36 કલાકમાં વાવાઝોડુ બિપોરજોય તીવ્ર થવાનું છે. તે આગામી બે દિવસ ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. IMD એ ટ્વિટર પર જે લેટેસ્ટ માહિતી શેર કરી છે તે મુજબ બિપોરજોય સવારે 8.30 વાગે મુંબઈથી WSW માં 820 કિમી દૂર છે જ્યારે પોરબંદરથી SSW માં 830 કિમી દૂર છે. જ્યારે કરાંચીથી 1120 કિમી દૂર છે. આગામી 36 કલાકમાં તે રફતાર પકડશે. 

વાવાઝોડાનો રૂટ
હવામાન વિભાગે આ વાવાઝોડાનો એક લેટેસ્ટ ટ્રેક ટ્વિટર પર શેર કર્યો છે. જો વાવાઝોડું ટ્રેક ચેન્જ કરે તો ગુજરાતને ભારે અસર થઈ શકે તેમ છે. 

— India Meteorological Department (@Indiametdept) June 9, 2023

આ રાજ્યો પર થશે અસર
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન આ તોફાન ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે. આ તોફાનની ઝપેટમાં ઉત્તર કેરળ, કર્ણાટક, ગોવાના કાંઠા વિસ્તારો આવી શકે છે. સ્કાયમેટ વેધર મુજબ કાંઠા વિસ્તારો સુધી પહોંચવા માટે વાવાઝોડાએ લાંબુ અંતર કાપવાનું રહેશે. એક રિપોર્ટનું માનીએ તો ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તારીખ 9થી 11 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. આ તોફાનને લઈને કેરળ, કર્ણાટક, અને ગોવાની સરકાર પણ અલર્ટ મોડમાં છે. કોઈ પણ પ્રકારની કુદરતી આફતને પહોંચી વળવા માટે સરકારે કમર કસી લીધી છે. સરકાર તરફથી માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી પણ અપાઈ છે. 

દરિયામાં કરંટ
ગુજરાત પરથી વાવાઝોડું ફંટાય તેવુ લાગે છે, પરંતું તેની અસર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. એક તરફ તંત્ર બચાવ કામગીરી માટે તકેદારીના પગલા લઈ રહ્યું છે, ત્યા બીજી તરફ, સુરતમાં વાવાઝોડા વચ્ચે તંત્ર મોટી લાપરવાહી સામે આવી. દરિયામાં ગમે ત્યારે સંકટ આવે તે માટે માછીમારોને પરત બોલાઈ લેવાયા, તો દરિયામાં કરંટ છતાં સુરતથી ભાવનગર રો રો ફેરી સર્વિસ ચાલુ રાખવામાં આવી. 

સુવાલી બીચ બંધ કરાયો
વાવાઝોડાને લઈ સુરતનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતનો ફેમસ સુવાલી દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો છે. સુવાલી દરિયા કિનારે થી 2 કિલોમીટર દૂર પોલીસે આડસ લગાવી બંધ કરાયો છે. સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. આગામી તારીખ 10 અને 11 ભારે પવન ફુંકાવાની શક્યતા છે. આવામાં એક દિવસ પહેલા સુવાલી દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સુરત ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે વાવાઝોડાના એક દિવસ પહેલા આ બીચ બંધ કરવો. જોકે વાવાઝોડા ને લઈ 30 થી 40 કિલોમીટરના ઝડપે પવન ફુંકાવવાની સંભાવના છે. ત્યારે કોઈપણ વ્યક્તિ દરિયા કિનારે ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

તિથલ બીચ પણ બંધ કરાયો
સમગ્ર ગુજરાત ઉપર બીપરજોય વાવાઝોડા નો ખતરો વળતાય રહયો છે જેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ દરિયો સહેલાણી માટે બંધ કરી દેવામાં આવે છે તિથલ બીચ ઉપર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકો ને દુકાનનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે સાથે સાથે દરિયા ઉપર ન આવવા માટે સૂચનો કરવામાં આવ્યા છે વલસાડના ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી સહેલાણીઓ ને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જો વાત કરીએ તો વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટિમો બનાવી જિલ્લાના 28 ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news